અમદાવાદીઓ નવરાત્રીની આતુરતાથી રાહ જોતા હોય છે. ખેલૈયાઓ 2 થી 3 મહિના અગાઉથી તૈયારી શરૂ કરી દેતા હોય છે. ત્યારે જો,હવામાન વિભાગથી સાંભળવા મળે કે નવરાત્રિમાં મેઘરાજ વરસશે તો ખેલૈયાઓનો ઉત્સાહ નિરાશામાં બદલાઈ જશે. પણ, સિટીના કોરિયોગ્રાફર -ડિઝાઈનર રાધિકા મારફતિયા તેમજ એક જાણીતી પ્લાસ્ટિક ફેક્ટરીના ફાઉન્ડર- ડિઝાઈનર છાયા ત્રિવેદીએ સ્પેશિયલ રેઇનકોટ ચણિયાચોળી ડિઝાઈન કર્યા છે. જેમાં ડિઝાઈનર રાધિકા મારફતિયાએ ઘરે બેઠાં ઘરમાં પડેલા રેઈનકોટમાં ટ્રેડિશનલ લુક આપી ઝીરો કોસ્ટ આઉટફિટ તૈયાર કર્યોે છે. ત્યારે ડિઝાઈનર છાયા મહેતાએ વરસાદમાં વપરાતા રેઈનકોટના મટિરીયલમાંથી ચણિયાચોળી તૈયાર કર્યા. જેમાં તેમને પ્રિન્ટેડ મટિરીયલ અને ટ્રાન્સપરન્ટ મટિરીયલના આઉટફિટ બનાવ્યા હતા. વધુમાં રાધિકાએ જણાવ્યું કે, ‘વરસાદમાં ચણિયાચોળી સૂકાતા સમય લાગે છે. પણ જ્યારે તેનાં પર રેઈનકોટ પહેરવામાં આવે ત્યારે ફકત જૂમતા વખતે ઉડતા છાંટાથી ચણિયાની બોર્ડરનો ભાગ ભીનો થાય છે. જે ટૂંક સમયમાં સૂકાઈ જતો હોય છે.’

View Video