આ વર્ષે વરસાદ મોડે સુધી વરસ્યો અને નવરાત્રિ વહેલા છે ત્યારે ખેલૈયાઓ વરસાદને લઈને ખુબ ચિંતિત છે. પરંતુ હવે વરસાદ ગમે તેટલો પડશે તોય ખેલૈયાઓ મોજથી ગરબે ઝૂમી શકશે. કારણકે અમદાવાદના પ્રદિપભાઈ અને છાયાબહેન ત્રિવેદીએ રેઇનકોટ ચણિયા ચોળી બનાવ્યા છે. જે પહેરવામાં કલરફૂલ, ફેશનેબલ અને કમ્ફર્ટેબલ છે. આ ચણિયા ચોળી વૉટરપ્રૂફ છે એટલે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી શકશે. તો આવો જાણીએ તે કેવી રીતે બને છે. છાયા બહેનને આ આઇડિયા કેવી રીતે આવ્યો અને તેની કિંમત કેટલી છે.

Read more